Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

ડૉકટરો માટે લોન

ડૉકટરો, ફીઝીશિયનો, અને તબીબી કર્મચારીઓ માટે તેમની અનોખી વ્યાવસાયિક જરૂરિયાતોને અને અંગત ધ્યેયોને ધ્યાનમાં લઈને સમયસર નાણા મળી રહે તે રીતે ખાસ પર્સનલ લોન ડીઝાઈન કરવામાં આવી છે. એમાં આગોતરા શૈક્ષણિક ખર્ચા, વેપારનું વિસ્તરણ અથવા નવીનીકરણ માટે રોકાણ, ક્લિનિકલ ઉપકરણો સુધારવાના ખર્ચ, લગ્નના ખર્ચ, અને રજાઓ માણવાના ખર્ચનો સમાવેશ થાય છે. ડૉકટરો માટે લોન તેમને રોકડ રકમ સતત હાથવગી રહે જેનાથી તેઓ ક્લિનિક કે હોસ્પિટલ ઉભી કરવા નવી સંપત્તિ ખરીદી શકે તે હેતુ છે. લોનની રકમ તમારા ખાતામાં સીધી જમા થાય છે, ડૉકટરો માટે પર્સનલ લોન અરજી 100% અવરોધ-મુક્ત છે.

ડૉકટરો અને તબીબી ક્ષેત્રમાં સંકળાયેલા લોકો માટે રોજનો દિવસ આગાહી ના કરાય તેવો અને કામથી ભરેલો હોય છે. લોનની અરજી કરવા માટે બેન્કની શાખામાં જવા સમય કાઢવો એમના માટે ભગીરથ કાર્ય બની જાય છે. આથી ડૉકટરો માટે ઑનલાઈન એપ દ્વારા અથવા ક્રેડિટ પોર્ટલ્સ દ્વારા ઈન્સ્ટન્ટ પર્સનલ લોન માટે અરજી કરવી તે અક્કલનું કામ છે. ડિજિટલ લોન પ્લેટફોર્મ પર ખૂબ મોટો સમય બચી જાય છે અને ડૉકટરો માટેની લોન મિનિટોમાં મંજુર થઇ જાય છે અને એનું વિતરણ 24 થી 48 કલાકમાં થઇ જાય છે.

ડૉકટરો, ફીઝીશિયનો, અને તબીબી વ્યાવસાયિકો માટે હીરોફિનકોર્પ એક શ્રેષ્ઠ ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે. હીરોફિનકોર્પ દ્વારા શરૂ કરાયેલું હીરોફિનકોર્પ એપ લોનની અરજી સરળતાથી કરાય, પેપરલેસ દસ્તાવેજો થાય, અને ઝડપી મંજુરી મળે એ રીતે તૈયાર કરાયું છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી હીરોફિનકોર્પ ડાઉનલોડ કરો જેથી પર્સનલ લોનની પ્રક્રિયા શરૂ કરી શકો.

પર્સનલ લોન માટે અરજી કરો
Loans For Doctors

ડૉકટરો માટેની પર્સનલ લોનની લાક્ષણિકતાઓ અને લાભો

કસ્ટમાઈઝ્ડ વ્યાજનો દર

મૂળ લોનની રકમ પર હમેશાં વ્યાજનો દર લગાડાય છે. ડૉકટરો માટેનો પર્સનલ લોન પર વ્યાજનો દર તેમના મેડિકલ પ્રોફાઈલ અને આવકના ધોરણ મુજબ લેવાય છે. એ ખાતરી રાખે છે કે ડૉક્ટરોની લોન પર યોગ્ય વ્યાજ લેવાય જેથી એની પુનઃ ચૂકવણી ડૉકટરો માટે બોજારૂપ ના બને.

કોલેટરલથી તણાવમુક્ત

પર્સનલ લોન બિન-સિક્યોર્ડ હોઈ એ લોન સામે કોઈ સંપત્તિ કે મિલકત ગિરે મૂકવાની જરૂર પડતી નથી. આ એક કારણ છે કે પર્સનલ લોનની મંજુરીમાં ઝાઝો સમય લાગતો નથી. આમ ડૉકટરો માટેની પર્સનલ લોન બિન-સિક્યોર્ડ લોનની કક્ષામાં આવે છે જેમાં ડૉક્ટરની લોન મંજુર કરવા માટે કોઈ કોલેટરલની જરૂર રહેતી નથી.

વ્યક્તિકૃત લોનનું વ્યવસ્થાપન

મોબાઈલ ફોનમાં રહેલા ઈન્સ્ટન્ટ લોન એપથી ડૉકટરો સહેલાઈથી તેમની લોનની અરજી, દસ્તાવેજીકરણ અને લોનની સ્થિતિની વ્યવસ્થા કરી શકે છે. ડોક્ટરની લોન માટે પર્સનલ લોનની સ્થિતિ ઈન્સ્ટન્ટ લોન એપ દ્વારા જાણવી એ આદર્શ સ્થિતિ છે કારણ કે ડૉકટરો પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય વેડફ્યા વિના મિનિટોમાં જ લોનને લગતી કોઈ પણ માહિતી મેળવી શકે છે.

દસ્તાવેજીકરણની સરળતા

હવે બધા દસ્તાવેજો ડિજિટલ રૂપમાં રજુ કરાય છે આથી ફરજીયાત દસ્તાવેજોની નકલો આવશ્યક નથી. ડૉકટરો માટે પર્સનલ લોન મેળવવા, લેણદારે સૉફ્ટ કોપીઝ અપલોડ કરવાની હોય છે અથવા તેમના અંગત દસ્તાવેજો જેવાં કે આધાર કાર્ડ નંબર, પાન નંબર વગેરેના સત્તાવાર કોડ દાખલ કરવાના હોય છે, જે ડૉક્ટરની લોનના કેવાયસી ચકાસણી માટે કામ લાગે છે.

ઑટોમેટેડ ઇએમઆઈ કપાત

એક વાર ડોક્ટરની પર્સનલ લોન મંજુર થઈ વિતરિત થઇ જાય, તેમને દર મહીને ચૂકવણીની તારીખ યાદ રાખવી જરૂરી નથી. ઑટોમેટેડ-આપમેળે- ડેબિટ વિકલ્પને કારણે ડૉક્ટરોની લોનના ઇએમઆઈ આપમેળે કપાઈ જશે અને કોઈ હપતા ચૂકવવાના રહી નહિ જાય.

ડૉકટરો માટે પર્સનલ લોન લેવા પાત્રતાના માપદંડ

ભારતમાં નાણાકીય સંસ્થાઓએ વિવિધ આવક-જૂથના લોકોની નાણાકીય જરૂરિયાતોને ધ્યાનમાં લઈને પર્સનલ લોન એપ્સતૈયાર કર્યા છે. ડૉકટરો માટેની લોન પણ પર્સનલ લોન કક્ષામાં આવે છે જે તબીબી વ્યવસાયમાં રોકાયેલા સૌને વિવિધ નાણાકીય જરૂરિયાત સંતોષવામાં મદદ કરે છે. લોનની અરજી માટે માપદંડની એક ચકાસણી થાય છે, તેમ ડૉકટરો માટેની લોનના પણ ધારા-ધોરણ નક્કી કરાયા છે. ડૉકટરો માટે પર્સનલ લોનની પાત્રતા તેમની આવક/પગાર, અને આપેલા સમયમાં લોન પરત ચૂકવવાની ક્ષમતા પર આધાર રાખે છે:

  • 1

    D1. ડૉક્ટરનું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ અને પોસ્ટ- ક્વોલિફિકેશન અનુભવ*

  • 2

    ડૉક્ટર પાસે પોતાની માલિકીનું ઘર, ક્લિનિક કે હોસ્પિટલ હોવા જોઈએ*

  • 3

    મેડિકલ રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ*

  • 4

    સક્રિય બેન્ક ખાતું કે જ્યાં પગાર/ આવક જમા થાય છે

  • 5

    વેપારની સાબિતી

  • 6

    ડૉક્ટરની આયુ 21 થી 58 વર્ષ વચ્ચે હોવી જોઈએ

  • 7

    ઓળખની સાબિતી (આધાર કાર્ડ/પાસપોર્ટ/ ડ્રાઇવિંગ લાયસન્સ)

  • 8

    સરનામાની સાબિતી (રાશન કાર્ડ/પાસપોર્ટ/ વીજળીનું બિલ/ટેલીફોન બિલ)

  • 9

    આવકની સાબિતી (6 મહિનાનું બેન્કના ખાતાનું સ્ટેટમેન્ટ અને આવક વેરાના રીટર્ન ફાઈલ)

દેણદારથી બીજા દેણદાર પર અલગ

ડૉક્ટર્સ માટે પર્સનલ લોન માટે કેવી રીતે અરજી કરવી

ડૉક્ટર કે આરોગ્ય વ્યાવસાયિક જવાબદાર વ્યવસાયમાં છે જેમાં દર્દીનું સ્વાસ્થ્ય સુધારવા કુશળતા, જ્ઞાન, અને અનુભવની જરૂર હોય છે. તબીબી સારવારની ગુણવત્તા સુધારવા માટે ઘણાં ડૉકટરો, ડૉકટર્સ પર્સનલ લોન લેવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, વ્યાવસાયિક કારણો સિવાય, પોતાના અંગત નાણાકીય વચનો પૂરા કરવા માટે તેઓ લોન લઇ શકે છે. ડૉકટરો પર્સનલ લોન માટે ઑનલાઈન અરજી કરવા એક ત્વરિત રસ્તો અપનાવી શકે છે:

Finance For Doctors
  • ગૂગલ પ્લે સ્ટોર પરથી તમારા એન્ડ્રોઈડ ફોન પર પર્સનલ લોન એપ ઇન્સ્ટોલ કરો

  • ઈ-મેઈલ આઈડી કે મોબાઈલ નંબરથી રજીસ્ટર કરો

  • લોનની અરજી ભરો, ફરજીયાત વિગતો લખો

  • અનૂકૂળ ઇએમઆઈ મેળવવા લોન ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરો. સ્લાઈડરનો ઉપયોગ કરો, લચકદાર ફેરફારો જોઈ વેરિયેબલ નક્કી કરો

  • લોન માટે આવશ્યક વિગતો ભરો જેવી કે- આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે સંકળાયેલો મોબાઈલ નંબર (ઓટીપી માટે), પેન કાર્ડ, અને બેન્કના ખાતાની વિગતો

  • ચકાસણી થતા જ લોન મંજુર થાય છે અને એના 48 કલાકમાં લોનનું વિતરણ થાય છે

બ્લોગ્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!