Apply for Instant Loan

Download Our App

Apply for Instant Loan

Download Our App

Play Store

Apply for Instant Loan

Download Our App

Arrow Arrow

ઈન્સ્ટન્ટ કેશ લોન

ઈન્સ્ટન્ટ કેશ લોન બિન-સીક્યોર્ડ મિનિ લોન છે જ્યાં દેવાદાર રૂ. 1૦,૦૦૦ થી રૂ. 2 લાખ સુધીની નાની રકમની રોકડ લોન લઇ શકે છે. આવી લોન તાકીદના ખર્ચા જેવાં કે અચાનક તબીબી ખર્ચ આવે, બિન-આયોજિત પ્રવાસ કરવો પડે, ઘરમાં સમારકામ હોય વગેરે માટે ઉપયોગી થઇ પડે છે. ઈન્સ્ટન્ટ લોન તાત્કાલિક નાણાની જરૂરિયાત પડે ત્યારે કામ પાર પાડવા આદર્શ અને સલામત છે. આથી, તમારે ટૂંકા ગાળા માટે નાણાની જરૂર પડે ત્યારે ઈન્સ્ટન્ટ કેશ લોન મેળવવા અરજી કરવામાં ખચકાશો નહિ.

અગાઉ, ડિજિટલ પ્લેટફોર્મ્સ અસ્તિત્વમાં નહોતાં ત્યારે, લોનની અરજીઓ મંજુર થવામાં અંદાજે 7 થી 10 કામકાજી દિવસો લાગતા હતા. જો કે, આજે આ દ્રશ્ય સારા માટે બદલાઈ ગયું છે. પર્સનલ લોન વેબસાઈટસ અને એપ્સ દ્વારા ઑનલાઈન લોનની અરજી કરવાનું હવે સરળ બન્યું છે. પરવડે તેવા વ્યાજના દર અને નરમ ઇએમઆઈના વિકલ્પોએ ઈન્સ્ટન્ટ લોન લેવી વધુ સહેલી બનાવી છે. તમારી કોઈ પણ તાકીદની રોકડની જરૂર સંતોષવા કોઈ પણ કોલેટરલ સિક્યોરીટી વગર મલ્ટીપર્પઝ ઈન્સ્ટન્ટ લોન મેળવો.

પર્સનલ લોન માટે અરજી કરો
Instant Cash Loan
instant Cash Loan app in India

શ્રેષ્ઠ ઈન્સ્ટન્ટ કેશ લોન એપ

જવાબ એકદમ સીધો છે- ઈન્સ્ટન્ટ લોન માટે હીરોફિનકોર્પ એપ શ્રેષ્ઠ છે કારણ કે એ ઝડપી અને ઉપયોગમાં સરળ છે. ગૂગલ પ્લે સ્ટોર પર એ સહેલાઈથી મળે છે અને એન્ડ્રોઇડ ફોન પર અનુરૂપ છે. આથી, જો તમારે ઈન્સ્ટન્ટ લોનની જરૂર હોય તો હમણાં જ હીરોફિનકોર્પ કેશ એપ ડાઉન લોડ કરો અને લોનની અરજીની પ્રક્રિયા શરૂ કરો, આ 100% સલામત છે. આ ડિજિટલ લોન સવલત ભારતની એક અગ્રણી નાણાકીય સર્વિસ આપતી કંપની હીરોફિનકોર્પ દ્વારા સજ્જ છે, જે દર 3૦ સેકન્ડે એક લોનનું વિતરણ કરે છે. લેણદારો હીરોફિનકોર્પ એપનો ઉપયોગ કરીને વિવિધ પ્રકારની, રૂ. 15,૦૦૦ થી લઇ રૂ. 1.5 લાખ સુધીની પર્સનલ લોન - લગ્ન માટે લોન, પ્રવાસ લોન, શિક્ષણ લોન, ઘર સમારકામ લોન, ગ્રાહકોપયોગી સામાન ખરીદવા લોન, અને ટૉપ-અપ લોન મેળવી શકે છે.

જેઓ ઇએમઆઈ માટે ચિંતા કરતાં હોય તેઓ એપ પર ઉપલબ્ધ ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરીને અગાઉથી જ પોતાનો ઇએમઆઈ જાણી શકે છે. તમે તમારા બજેટ મુજબ ઇએમઆઈ નક્કી કરી શકો છો. મૂળ લોનની રકમ, ચૂકવવાનો ગાળો અને વ્યાજના દરની ત્રણ જુદી જુદી ગણતરી કરીને સેકન્ડોમાં જ તમે સચોટ ઇએમઆઈનું પરિણામ જાણી શકો છો.

હીરોફિનકોર્પ પર્સનલ લોન એપ ઑનલાઈન ઈન્સ્ટન્ટ લોન લેવા સંપૂર્ણ છે. 24 કલાકમાં જ નાની રકમની લોનની મંજુરી મેળવો અને વિતરણ પણ મેળવો. સીમિત રકમની લોન હોવાથી એ સહેલાઈથી પરવડે એવા ઇએમઆઈમાં સહેલાઈથી પરત કરી શકાય છે. આથી તાત્કાલિક નાણાની જરૂર હોય ત્યારે નાણાની ઈમરજન્સીને પહોંચી વાળવા તત્ક્ષણ ઑનલાઈન પર હીરોફિનકોર્પ લોનની વ્યવસ્થા કરવાની ખાતરી રાખો. જો તમે પર્સનલ લોન લેવામાં નવાસવા હો તો નાની રકમ લો, એમાં જોખમ ઓછું હોય છે, કોઈ સલામતીની જરૂર નથી અને પુનઃ ચૂકવણી મુશ્કેલી રહિત છે.

ઈન્સ્ટન્ટ કેશ લોનની લાક્ષણિકતાઓ અને લાભ નહિ.

ઈન્સ્ટન્ટ કેશ લોન અથવા પર્સનલ લોન વૈવિધ્યપૂર્ણ લાક્ષણિકતાઓ ધરાવે છે અને લાભદાયક છે. આ પ્રકારની લોન સામાન્ય રીતે ઝડપી હોય છે અને અરજીની પ્રક્રિયા પૂરી થાય કે તરત જ વિતરણ પણ થઇ જાય છે. બેન્કો પાસેથી તાકીદના સંજોગોમાં કેશ લોન કે પર્સનલ લોન લેવી સલાહભર્યું નથી, કારણ કે એમાં મોટી માત્રામાં પેપર વર્ક હોવાને કારણે વિતરણ 24 કલાકમાં થતું નથી. જો કે, પર્સનલ લોન એપ્સ સાથે અરજીની ચકાસણી પેપરલેસ પદ્ધતિએ થાય છે જે ઘણો સમય બચાવે છે.

લોનની અરજી કરો તે જ દિવસે 24 કલાકમાં રૂ. 1.5 લાખ જેટલી લઘુ રોકડ લોન મેળવવા હીરોફિનકોર્પઈન્સ્ટન્ટ લોન એપ ડાઉન લોડ કરો. ડિજિટલ રીતે સરળ કેશ લોન લેવાનો રસ્તો અપનાવો અને સ્વતંત્ર રીતે તાત્કાલિક નાણાની વ્યવસ્થા કરો

Online Process

ઑનલાઈન પ્રક્રિયા

લેણદારો ગમે ત્યાં, ગમે ત્યારે આ એપનો ઉપયોગ કરી શકે, અને મિનિટોમાં જ ઈન્સ્ટન્ટ કેશ લોન માટે અરજી કરી શકે. ઑનલાઈન ચકાસણી દ્વારા કામકાજી દિવસોમાં લોનનું વિતરણ 24 કલાકમાં થઇ જાય છે.

Simple Loan Application

સરળ અરજી

ઑનલાઈન લોનની અરજીમાં કોઈ લાંબી પ્રક્રિયા હોતી નથી. ઑનલાઈન પર રજીસ્ટ્રેશન કરવામાં ઓછામાં ઓછી વિગતોની જરૂર પડે છે. એ ખાતરી રાખો કે તમે ફોર્મ સચોટ રીતે ભર્યું છે અને ત્યાર બાદ એ પછીના કદમ પર જાવ છો.

Hassle-free Documentation

મુશ્કેલી-રહિત દસ્તાવેજીકરણ

લોનની પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી જરૂરી તમામ દસ્તાવેજો કોલેટરલ કરવા અને જાળવી રાખવા એ ખરેખર કંટાળાજનક કામ છે. જો તમે ડિજિટલ રીતે લોનની અરજી કરો, તો દસ્તાવેજો પેપરલેસ છે, અને ચકાસણી રીઅલ-ટાઈમમાં થાય છે.

Collateral Free Loan

કોલેટરલથી મુક્ત

ઈન્સ્ટન્ટ કેશ લોનમાં લોનની રકમ સામે મિલકત કે કોઈ સંપત્તિ મૂકવાની જરૂર પડતી નથી.

Good Credit Score

સારો ક્રેડિટ સ્કોર

ક્રેડિટ સ્કોર જેટલો ઊંચો હોય, તેટલી લોન મંજુર થવાની તકો વધે છે. કેશ લોનની મંજુરી માટે 500 થી 700 કરતાં વધુ સ્કોર હોય, તે આદર્શ છે.

નીચા વ્યાજનો દર

હોમ લોનથી વિપરીત, વ્યાજનો દર નિશ્ચિત રહે છે, એમાં કોઈ વધારો થતો નથી. ઇએમઆઈની ચૂકવણી પણ સરળ રહે છે, જે નીચા વ્યાજના દરને આભારી છે.

પુનઃ ચૂકવણીનો ગાળો નરમ છે

ઇએમઆઈ કેલ્કયુલેટરનો ઉપયોગ કરીને તમે તમારી અનૂકૂળતા મુજબ ઇએમઆઈનો સમય-ગાળો નક્કી કરી શકો છો. આ સમય-ગાળો પસંદ કરવાની સવલતને કારણે ચૂકવણીમાં વિલંબ થતો નથી.

ઈન્સ્ટન્ટ લોન માટે પાત્રતાના ધારા-ધોરણ

પર્સનલ લોન માટે કે ઈન્સ્ટન્ટ કેશ લોન માટે પાત્રતાના ધારાધોરણ તમારી માસિક આવકના ધોરણે નક્કી થાય છે. નોકરિયાત અને સ્વરોજગારી એ બંને ઈન્સ્ટન્ટ કેશ લોન માટે અરજી કરી શકે છે. ઈન્સ્ટન્ટ કેશ લોન માટે પાત્ર ઠરવા નીચેના ધોરણો જુઓ:

  • Minimum Monthly Income

    લઘુતમ માસિક આવક: નોકરિયાત અને સ્વરોજગારી એ બંનેની માસિક આવક ઓછામાં ઓછી રૂ. 15.૦૦૦ હોવી જોઈએ.

  • Age Limit

    આયુ મર્યાદા::ઈન્સ્ટન્ટ લોન મેળવવા માટે નોકરિયાત અને સ્વરોજગારી એ બંને માટે ઓછામાં ઓછી વય 21 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ વય 58 વર્ષ હોવી જોઈએ.

  • Income Proof Documents

    આવકની સાબિતી: : લોન અરજી માટે, નોકરિયાત માટે 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ અને સ્વરોજગારી માટે સૌથી વધુ લેવડ-દેવડ થઇ હોય તેવું 6 મહિનાનું બેન્ક સ્ટેટમેન્ટ હોવું જોઈએ.

ઈન્સ્ટન્ટ કેશ લોન માટે જરૂરી દસ્તાવેજો

ઈન્સ્ટન્ટ કેશની જરૂર ગમે ત્યારે ઉભી થઇ શકે.આથી ઓછામાં ઓછા દસ્તાવેજોની જરૂર છે અને આ પેપરલેસ છે. આ પ્રકારની લોનમાં લોનનું વિતરણ ઝડપી કરવા દસ્તાવેજોની લાંબી પ્રક્રિયા દૂર કરવામાં આવી છે ઑનલાઈન પર ઈન્સ્ટન્ટ કેશ લોન માટે અરજી કરો ત્યારે કેવાયસી વિગતો અને આવકના દસ્તાવેજો હાથવગા રાખો. દસ્તાવેજો રજુ કરવાની પ્રક્રિયા પેપરલેસ છે જે લોન મંજુરી માટેનો સમય ઘટાડે છે. .

ઈન્સ્ટન્ટ કેશ લોન માટે આવશ્યક દસ્તાવેજો:

ઑનલાઈન પર પર્સનલ લોન માટે અરજી કરતાં કેટલાક દસ્તાવેજો ફરજીયાત હોવા જરૂરી છે. આવશ્યક દસ્તાવેજોમાં અંગત ઓળખની સાબિતી જેવી કે આધાર અને પેન કાર્ડ, સાથે 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ નોકરિયાત માટે અને સ્વરોજગારી માટે વધુમાં વધુ લેવડ-દેવડ દર્શાવતું 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ છે જે લેણદારની નાણાકીય સ્થિરતા ચકાસવા વપરાય છે.

  • 1

    એક સમયના પાસવર્ડ ચકાસણી માટે તમારા મોબાઈલ નંબર સાથે સંકળાયેલો આધાર કાર્ડ નંબર અથવા સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ.

  • 2

    પેન કાર્ડ નંબર

  • 3

    સરનામાની સાબિતી માટે આધાર અથવા સ્માર્ટ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ (ગમે તે એક)

  • 4

    ફોટો આઈડી સાબિતી-નામ, વય, જાતિ, ફોટો*

  • 5

    આવકની સાબિતી- 6 મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ

  • 6

    લોનની જરૂરિયાતની વિગતો

*હીરોફિનકોર્પની મદદથી લોન લેતા દસ્તાવેજો/વિગતો જરૂરી નથી નહિ.

ઈન્સ્ટન્ટ કેશ લોન માટે કેવી રીતે અરજી કરવી

ઈન્સ્ટન્ટ કેશ લોન માટે અરજી કરવી સહેલું અને ઝડપી છે. ઈન્સ્ટન્ટ કેશ લોન ઘણાં હેતુ માટે, ખાસ કરીને નાણાની તાત્કાલિક જરૂર વખતે વાપરી શકાય છે.

Apply for Instant Cash Loan
  • તમારો મોબાઈલ નંબર અને વિસ્તારનો પિન કોડ નાખો.

  • લોનનું ઇએમઆઈ કેલ્કયુલેટર જુઓ અને તમારી લોનની રકમ નક્કી કરો. એ મૂળ લોનની રકમ, વ્યાજનો દર અને ચૂકવણી તમારી અનૂકૂળતા મુજબ ગોઠવશે..

  • તમારી અંગત, રોજગારની અને નાણાકીય વિગતો ઉમેરો.

  • ઈન્સ્ટન્ટ કેશ લોન માટેનો તમારો હેતુ લખો.

  • આધાર કાર્ડ નંબર નાખો

  • પેન નંબર, કેવાયસી દસ્તાવેજો અને 6 મહિનાના બેન્કના સ્ટેટમેન્ટ

બ્લોગ્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Exclusive deals

Subscribe to our newsletter and get exclusive deals you wont find anywhere else straight to your inbox!