શિક્ષણ લોન
સફળતાપૂર્ણ જીવન માટે ગુણવત્તાભર્યું શિક્ષણ ચાવી રૂપ છે. આજકાલ શિક્ષણ મેળવવાનો ખર્ચ ખૂબ ઊંચો જઈ રહ્યો છે, અને માતા-પિતા ભારતમાં અને વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ માટે એડમિશન મેળવવા ખૂબ પ્રયત્નો કરે છે. પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે મોટી રકમની જરૂર પડે છે. આથી, માતાપિતા, યથાર્થ રીતે જ ફિક્સ્ડ ડિપોઝીટ, રીકરીંગ ડિપોઝીટ, અથવા મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા ગાળાના રોકાણ તરીકે રોકાણો કરે છે. જો તમારી પાસે પૂરતી બચત ના હોય, અથવા તાકીદના ખર્ચા માટે બચત કરવા ઈચ્છતા હો, તો ઉચ્ચ અભ્યાસ માટે શિક્ષણ લોન લેવી એ શૈક્ષણિક સીમા-સ્તંભો સર કરવા શ્રેષ્ઠ વિકલ્પ છે.
શિક્ષણમાં પર્સનલ લોન મહત્ત્વનો ભાગ ભજવે છે; એ વિદ્યાર્થીને લગતા ખર્ચાઓ માટે, કે જેઓ ઉચ્ચ અભ્યાસની ઈચ્છા ધરાવે છે કે પોસ્ટ-સેકન્ડરી શિક્ષણની ઈચ્છા ધરાવે છે તેમના માટે ડીઝાઈન કરી છે. શિક્ષણ લોન ટ્યુશનના ખર્ચા, પુસ્તકો, લાયબ્રેરી, અને છાત્રાલયના ખર્ચને આવરી લે છે. જો કે, શિક્ષણ લોન ઑનલાઈન અન્ય લોનથી અલગ પડે છે, કારણ એમાં લેવાતો વ્યાજનો દર નોંધપાત્ર રીતે ખૂબ નીચો છે, અને પુનઃ ચૂકવણી કરવાનો ગાળો, વિદ્યાર્થીના પોતાના અભ્યાસ-કાળ ચાલુ હોય તે દરમિયાન સ્થગિત કરવામાં આવે છે.
ભારતમાં ઘણી નાણાકીય સંસ્થાઓ શૈક્ષણિક લોનને ટેકો આપે છે જેથી વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય સલામત કરવા મહત્તમ લાભો મેળવી શકે. શિક્ષણ લોનની મહત્તમ રકમ શૈક્ષણિક લોન પ્રોગ્રામ હેઠળ આવરી લેવાતા અભ્યાસક્રમને અનુરૂપ જુદી જુદી હોય છે.