પર્સનલ લોન નાણાકીય જરૂરીયાતો સંતોષે છે અને જીવનની અનિશ્ચિતતાઓમાં કામ લાગે છે. એવા ઘણાં ક્ષેત્રો છે જ્યાં પર્સનલ લોન વરદાન બને છે, જેવાં કે શિક્ષણ, લગ્ન, પ્રવાસ, સંપત્તિ, હોસ્પિટલ વગેરે. અરજી કરવી હવે ખૂબ સમય લેતી અને લાંબી પ્રક્રિયા રહી નથી. આનો તમામ શ્રેય વેબસાઈટ્સ અને યુઝર-ફ્રેન્ડલી
ઈન્સ્ટન્ટ લોન એપને જાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે મારી આવક કે પગારના આધારે હું કેટલી રકમની લોન લઇ શકું તેમ છું. હું મારી આવક કે પગાર મુજબ લોન લઇ શકું છું. હવે, મારો પગાર રૂ. 3૦,૦૦૦ હોય તો મને કેટલી લોન મળી શકે?
આનો જવાબ એક દેણદારથી બીજા પાસે જતાં જુદો જુદો મળે છે અને તમારી પાત્રતા પણ અલગ હોય છે. સામાન્ય રીતે, 30,૦૦૦ ની પગાર સાથે લેણદાર રૂ. 15,૦૦૦ થી માંડી રૂ. 2 લાખ સુધીની
સ્મૉલ કેશ લોન લઇ શકે છે. એ નાણાની તાત્કાલિક જરૂર સંતોષે છે અને તમારા દેવા પતાવે છે. કંપનીની શાખ જેમ ઊંચી અને પગાર વધારે સારો, તેમ વધુ રકમની લોન લેવાની તકો વધે છે.
મહત્તમ લોનની રકમ પરત ચૂકવણીના ઇએમઆઈ નક્કી કરીને ગણતરી કાર્ય બાદ લઇ શકાય છે. ઇએમઆઇની શ્રેણી અને ગણતરી ચોક્કસ પરિણામ મેળવવા તમે
ઇએમઆઈ કેલ્ક્યુલેટર પર અથવા લોન પાત્રતા કેલ્ક્યુલેટર પર કરી શકો છો.
૩૦૦૦૦ ના પગાર પર પર્સનલ લોન માટે માપદંડ શું છે?
વ્યક્તિની માસિક આવક નોંધપાત્ર છે જયારે એ લોન લેવા માટે પાત્ર છે કે નહિ તે તપાસે છે. પર્સનલ લોન માટે જુદા જુદા દેણદારો જુદા જુદા ધારા-ધોરણ અપનાવે છે.
રૂ. ૩૦,૦૦૦ પગાર સાથે પર્સનલ લોનની અરજી માટે નીચે જણાવેલા ધારાધોરણ પૂરા કરો
- ભારતીય નાગરિક હોવાની સાબિતી
- આવકની સાબિતી રૂપે છ મહિનાનું બેન્કનું સ્ટેટમેન્ટ અને પગારની સ્લિપ
- અરજદારની વય 21-58 વર્ષ વચ્ચે હોવી જોઈએ
- તમે નોકરીયાત અથવા સ્વ-ઉપાર્જિત વેપારી હોવા જોઈએ
- તમે ખાનગી કે જાહેર ક્ષેત્રમાં કામ કરતાં હોવા જોઈએ.
- દેણદારે નિર્ધારેલા માપદંડ સાથે તમારી ક્રેડિટ હિસ્ટરી મેળ ખાવી જોઈએ. જુદા જુદા દેણદારો પોતાના ધોરણ મુજબ જુદા જુદા ધોરણ રાખે છે.
રૂ. ૩૦,૦૦૦ ના પગાર સાથે લોનની મંજુરી મેળવવા ફરજીયાત દસ્તાવેજોનો એક સેટ જરૂરી છે જે પાત્રતા ધોરણ સાથે મેળ ખાય:
સ્ટાન્ડર્ડ કેવાયસી ડોક્યુમેન્ટ
આધાર કાર્ડ, ડ્રાઇવર્સ લાયસન્સ, પેન કાર્ડ, પાસપોર્ટ
આવકના દસ્તાવેજો
નોકરીયાતો માટે તાજેતરની પગારની સ્લિપ અને સ્વ-ઉપારજીતો માટે બેન્કનું સ્ટેટમેન્ટ
હીરોફિનકોર્પ હીરોફિનકોર્પનું ઈન્સ્ટન્ટ પર્સનલ લોન એપ છે. એ વિશેષ કરીને રૂ. 50000 થી 1.5 લાખની તત્કાળ સરળ લોન આપવા ડીઝાઈન કરાયું છે. આ રકમ મંજુરીની મિનિટોમાં જ મળી જાય છે. 1.5 લાખની ઈન્સ્ટન્ટ રકમની લોન મેળવવાની પ્રક્રિયા પેપરલેસ દસ્તાવેજો વાળી છે અને અને રીઅલ-ટાઈમ ચકાસણી કરે છે. એક વાર ચકાસણી પૂરી થી જાય પછી 48 કલાકમાં વિતરણ થઇ જાય છે.
પગારના ધોરણ સિવાય, હીરોફિનકોર્પ એપ લેણદારને જુદી જુદી કોઈ પણ લોન જેવી કે વેકેશન લોન, શિક્ષણ લોન, ગ્રાહક લોન, ઘરના સમારકામ માટે લોન, મેડીકલ લોન, વગેરે સહિત વિવિધ લોન લઇ શકે. તમારી પસંદગીનો લોન પ્રકાર લેવાની તમને છૂટ છે. વ્યક્તિ કે જેમની માસિક લઘુતમ આવક રૂ. 15,000 છે તેઓ પણ હીરોફિનકોર્પ પર પર્સનલ લોન લઇ શકે છે.